મોરબી : મોરબીમાં રામધન આશ્રમમાં રામનવમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.આરતી,ધૂન,ફરાળ રાખવામાં આવ્યો હતો. ગઈકાલે રામનવમીની ઠેર-ઠેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.ભગવાનની શોભાયાત્રા,રામના વધામણા,મહાઆરતી વગેરે યોજી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી.એ જ રીતે મોરબીના રામધન આશ્રમ ખાતે રામના વધામણાં કરવામાં આવ્યા હતા.ભગવાન શ્રીરામની મહાઆરતી કરવામાં આવી હતી.તેમજ ધૂન અને ફરાળની વ્યવસ્થા પણ કરાઈ હતી.