આશરે 500 વર્ષ પુરાણા નાગ દેવતાના મંદિરનો પૌરાણિક ઇતિહાસ રસપ્રદ મોરબી : સાતમ આઠમના તહેવારોની શ્રુખલાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે આજે શ્રાવણ વદ પાંચમ એટલે પવિત્ર નાગ પાંચમનો તહેવાર છે. આજે નાગ પાંચમે નાગ દેવતાની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવાનો અવસર છે. ત્યારે મોરબીના એકમાત્ર અને વર્ષો પુરાણા નાગ દેવતાના મંદિરે નાગ પાંચમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના બોરીચા વાસ વિસ્તારમાં આશરે 500 વર્ષ પુરાણું નાગ દેવાતાનું મંદિર આવેલું છે. આ નાગ દેવતાના મંદિરનો પોરણીક ઇતિહાસ રસપ્રદ છે. આ અંગે નાગ દેવતા મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે, આશરે 500 વર્ષ પૂર્વ આ જગ્યાએ નાગ દેવતાનો રાફડો હતો અને નાગ દેવતા દર્શન આપતા હોય તે સમયે લોકો પણ શ્રદ્ધાભેર પૂજા કરતા હતા. આથી પૂજારીના પૂર્વજોએ આ રાફડાની જગ્યાએ નાગ દેવતાની મૂર્તિની સ્થાપના કરી હતી અને આવી રીતે આ જગ્યાએ નાગ દેવતાનું મંદિર બન્યું હતું. આ નાગ દેવતાંનું મંદિર વર્ષોથી ચરમરીયા દાદાના મંદિર તરીકે જાણીતું છે. દર નાગ પાંચમે આ મંદિરે શ્રદ્ધાળુઓ આવીને નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે. આજે પણ નાગ પંચમના દિવસે ચરમરીયા દાદાના મંદિરે ભાવિકો ઉમટી પડ્યા હતા. ભાવિકોએ નાગ દેવતાને દૂધ તેમજ અન્ય પ્રસાદ અર્પણ કરીને પૂજા અર્ચના કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..