મોરબી : આજે શ્રાવણ સુદ પાંચમ છે ત્યારે મોરબીના જેલ રોડ પર બોરીચાવાસમાં આવેલા પૌરાણિક સરમારિયાદાદાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. મોરબી અપડેટ દ્વારા પણ આ મંદિરની મુલાકાત કરવામાં આવી હતી. એક લોકવાયકા પ્રમાણે રાજા પણ આ મંદિરે દર્શન કરવા અને માનતા માટે આવતા હતા. આ મંદિરે ઘણી વખત નાગદેવતા પણ દર્શન દેતા હોય છે. ત્યારે આજે નાગપંચમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. લોકોએ તલવટની પ્રસાદી નાગદેવતાને ધરી હતી. આ ઉપરાંત ઘણા ભક્તોએ ચાંદીના નાગદેવતા મૂકીને પણ પોતાની માનતા પૂરી કરી હતી. ઘણા ભક્તોએ દૂધનો અભિષેક પણ કર્યો હતો. આમ નાગદેવતાનું પૂજન અર્ચન કરીને આજે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી.