હળવદ : રામ જન્મભૂમિ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના મંદિર નિર્માણ માટે હાલ નીધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દેશના અનેક રામભક્તો આર્થિક યોગદાન આપી રહ્યા છે. ત્યારે હળવદમાં પણ આ અભિયાન ચાલુ હોય, જેમાં અત્યાર સુધીમાં ૩૦ લાખનું આર્થિક યોગદાન રામભક્તો દ્વારા આપવામાં આવ્યું છે. અને હાલ આ અભિયાન ચાલુ જ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પંથકના એક-એક ગામ સુધી પહોંચી રહ્યા છે, સાથે જ લોકો પણ આ ઘડીને 'ધન્ય ઘડી ધન્ય ભાગ' સમજી ઉત્સાહભેર જોડાયા છે અને બની શકે તેટલું આર્થિક યોગદાન પણ આપી રહ્યા છે.