મચ્છુ માતાના મંદિરે પોલીસનો ચાંપતો બંદોબસ્ત, માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લ્હાવો લેતા ભક્તજનો મોરબી : મોરબીમાં આજે અષાઢી બીજના પાવન અવસરે મચ્છુ માતાજીની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. પણ અષાઢી બીજે મચ્છુ માતાજીના દર્શનનું મહત્વ હોવાથી આજે શ્રદ્ધાળુઓ મચ્છુ માતાજીના દર્શન કરવા માટે મંદિરે ઉમટી પડ્યા હતા. ભક્તો પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. મોરબીમાં વર્ષોથી દર અષાઢી બીજના પાવન અવસરને સમસ્ત ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માતાજી પ્રાગટય અવસર તરીકે ઉજવી આ અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રા સૌરાષ્ટ્રની સૌથી મોટી રથયાત્રા પૈકીની એક ગણાય છે. પણ છેલ્લા બે વર્ષથી આષાઢી બીજે મચ્છુ માતાજીની રથયાત્રાને કોરોના મહામારીનું વિઘ્ન નડી ગયું છે. ગયા વર્ષે બાદ આ વર્ષે પણ મચ્છુ માતાજીની રથયાત્રા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આથી આજે અષાઢી બીજે મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. માત્ર મચ્છુ માતાજીની પૂજા અર્ચના જ કરવામાં આવી છે. એ પણ સીમિત લોકોની હાજરીમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને માતાજીની પારંપરિક આરાધના કરવામાં આવી છે. આજે અષાઢી બીજે મચ્છુ માતાજીના દર્શનનું અનેરું મહાત્મ્ય હોવાથી મોરબીના દરબાર ગઢ પાસે મચ્છુ નદીના ઘાટ પાસે આવેલ વર્ષો પુરાણા મચ્છુ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં લોકો મચ્છુ માતાજીના મંદિરે ઉમટી પડ્યા હતા. આથી પોલીસ દ્વારા આ મંદિરે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ મંદિરે દર્શને આવનાર દરેક માટે માસ્ક ફરજિયાત તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને જ દર્શનનો લાભ આપવામાં આવે છે. જો કે દર વખતની જેમ આ વખતે પણ મંદિરની સજાવટમાં કોઈ ઓટ આવી નથી. દર વખતની જેમ જ મંદિરને અદભુત શણગાર કરવામાં આવ્યો છે અને ભક્તોએ મચ્છુ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..