તમામ જ્ઞાતિના લોકોએ આયોજનમાં સહકાર આપી સનાતની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું : તા.4એ કથાની પુર્ણાહુતી મોરબી : ડાયમંડનગર ( આમરણ) ખાતે હાલ શ્રી રામ ચરિત્ર માનસ કથા ચાલી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથા શ્રવણ અર્થે પધારી રહ્યા છે. અહીં દરરોજ શાસ્ત્રી હરિકાંતભાઈ (હરિપરવાળા) આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. ડાયમંડનગર (આમરણ)માં જામનગર-કંડલા હાઇવે ઉપર વગડેશ્વર મહાદેવ મંદિરે તા.26થી શ્રી રામ ચરિત્ર માનસ કથાનો પ્રારંભ થયો છે. અહીં સવારે 8:30 થી 11:30 તથા બપોરે 3:30 થી 5:30 સુધી કથા ચાલે છે. બપોરે મહાપ્રસાદ પણ યોજાઈ છે. આ કથાનું આયોજન સત્ય સનાતની વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં સર્વ જ્ઞાતિએ સહયોગ આપી સનાતની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.કથામાં શિવ વિવાહ, રામ જન્મ, રામ વિવાહના પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. હવે કાલે તા.30એ રામ વનવાસ, તા.1એ કેવટ પ્રસંગ, તા.2એ શબરી પ્રસંગ, તા.3એ હનુમંત ચરિત્ર અને તા.4એ રામ રાજ્યાભિષેકના પ્રસંગ સાથે કથા વિરામ થશે. આ કથાના આયોજનને સફળ બનાવવા પૂજારી ઈશ્વરગર ગોસ્વામી અને પ્રમુખ વસંતભાઈ ભાલોડિયાના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. આ કથાનો લાભ લેવા દરેક લોકોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ જોડિયા તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ ભરતભાઈ ભાલોડિયાની યાદીમાં જણાવાયુ છે.