મોરબી : મોરબીમાં આજે તા. 14 ફેબ્રુઆરીના રોજ કડીવાર વિપુલ, કડીવાર સાગર, ઉધરેજા અલ્પેશ અને ભોજાણી શૈલેષભાઈ દ્વારા 2019માં પુલવામા હુમલામાં શહીદોને આત્માને શાંતિ મળે તે માટે કિડીયારૂ પુરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. દેશની સેવા એજ પ્રભુ સેવા, અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા વાક્યને સાર્થક કરતા મોરબીમાં કડીવાર વિપુલ, કડીવાર સાગર, ઉધરેજા અલ્પેશ અને ભોજાણી શૈલેષભાઈ દ્વારા 14-2-2019ના રોજ પુલવામા થયેલા હુમલામાં શહીદોને શાંતી માટે શ્રદ્ધાંજલિ રૂપે કીડીયારું પુરવામાં આવ્યું. જેમાં 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટીને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકવામાં આવ્યા. જેથી 51,000 જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે.