મોરબી : મોરબીના એલઈ કોલેજ રોડ પર આવેલા અગ્નેશ્વર મહાદેવ મંદિરે આગામી તારીખ 7 થી 15 ફેબ્રુઆરી સુધી દેવી ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 7 ફેબ્રુઆરી ને શનિવારના રોજ બપોરે 3 કલાકે અક્ષર ફ્લોરા બ્લોક નં. 43-44 મિતાબેન કિરીટભાઈ સાવરીયાના નિવાસ સ્થાનેથી પોથી યાત્રા નીકળશે. કથાના વક્તા તરીકે મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી (રામધન આશ્રમ-મોરબી) વ્યાસપીઠ પર બિરાજી દરરોજ બપોરે 2-30 થી 6 વાગ્યા સુધી મધુરમય વાણીથી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. તો આ કથાનો લ્હાવો લેવા અગ્નેશ્વર મહાદેવ મંદિર સર્વ સેવકગણ દ્વારા સૌને આમંત્રણ પાઠવાયું છે.