મોરબી : લજાઈની દેવદયા માધ્યમિક શાળા ધો - 10માં 96.77% પરિણામ સાથે સમગ્ર તાલુકામા દ્વિતીય નંબરે આવી છે કુલ 31 વિધાર્થીઓમાંથી 30 વિદ્યાર્થીઓએ પાસ થઈને શાળાનું તેમજ સમસ્ત લજાઈ ગામનું ગૌરવ વધારેલ છે.સરકારી શાળામાં આટલું ઊંચું રિઝલ્ટ એ સમસ્ત લજાઈ ગામ માટે ગૌરવ સમાન છે. સમસ્ત લજાઈ ગામના આગેવાનો અને ગ્રામજનો તથા શાળાના પ્રમુખ , ઉપપ્રમુખ , મંત્રી અને સભ્યોએ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.