મોરબી : દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા દેવ સોલ્ટના નજીકના ગામોમાં ગરબા રમતી 1500 દીકરીઓને લાણી રૂપે પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી ઉત્સવમાં સક્રિયપણે ભાગ લેનારી દીકરીઓને લાણી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500 દીકરીઓને પાણીની બોટલનું વિતરણ કરાયું હતું. આ વિતરણ દરમિયાન કંપનીના જનરલ મેનેજર ટોમી એન્ટોની અને અન્ય અધિકારી ભૂપતસિંહ જાડેજા, આણદારામ બેનિવાલ, રમજાન જેડા અને સુભાષ ઝાલા હાજર રહ્યા હતા અને આનંદદાય નવરાત્રી અને સમૃદ્ધ દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી.