મોરબી IMA ના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 150 થી વધુ ગ્રામજનોએ વિનામૂલ્યે નિદાન, સારવાર અને દવાનો લાભ લીધોમાળિયા (મિયાણા) : દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા 28 જૂન ને રવિવારના રોજ માળિયા તાલુકાના હરિપર ગામે નિઃશુલ્ક તબીબી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA), મોરબીના વિશેષ સહયોગથી આયોજિત આ કેમ્પમાં મોરબીની વિવિધ હોસ્પિટલોના 6 નિષ્ણાત તબીબોએ પોતાની સેવાઓ આપી હતી.ગ્રામીણ વિસ્તારના લોકોને ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કેમ્પમાં હરિપર અને આસપાસના વિસ્તારના 150 થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને તબીબી પરામર્શનો લાભ લીધો હતો. આ ઉપરાંત, ફાઉન્ડેશન તરફથી તમામ જરૂરિયાતમંદ દર્દીઓને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે વિતરિત કરવામાં આવી હતી.કેમ્પમાં દર્દીઓની તપાસ માટે મોરબીના જાણીતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હાજર રહ્યા હતા. જેમાં ડૉ. દિપ ભાડજા (મગજ, માનસિક રોગો અને વ્યસનમુક્તિ નિષ્ણાત), ડૉ. કલ્પેશ રંગપરીયા (ત્વચા હોસ્પિટલ, ચામડીના રોગોના નિષ્ણાત), ડૉ. આનંદ ભટ્ટાસણા (આનંદ હોસ્પિટલ, કાન-નાક-ગળાના નિષ્ણાત), ડૉ. વિમલ દેત્રોજા (લેપ્રોકેર હોસ્પિટલ, જનરલ સર્જન અને પેટના રોગોના નિષ્ણાત), ડૉ. અતુલ ભોરણિયા (શ્રીજી હોસ્પિટલ, ફિઝિશિયન અને ક્રિટિકલ કેર નિષ્ણાત) તેમજ ડૉ. હિતેશ ડાભી (બેબીકેર હોસ્પિટલ, બાળરોગ નિષ્ણાત) એ દર્દીઓનું સચોટ નિદાન કર્યું હતું.આ મેડિકલ કેમ્પ પ્રસંગે કંપનીના જનરલ મેનેજર ટોમી એન્ટોની સહિત આબેદીન જેડા, ડૉ. દિવ્યમ ધોકિયા, રમજાન જેડા, તાજુભાઈ તેમજ કંપનીના અન્ય પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી. આ સાથે જ હરિપર ગામના સરપંચ જેસાભાઈ તથા દેવાભાઈ અને ગન્નીભાઈએ કેમ્પના સફળ આયોજનમાં સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની સુલભતા વધારવા માટે ફાઉન્ડેશન સતત કાર્યરત છે. દેવ ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજમેન્ટે આ કેમ્પને સફળ બનાવવા બદલ સેવા આપનાર તમામ તબીબો, સ્થાનિક આયોજકો અને ગ્રામના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #Maliya #Haripar #DevSalt #MedicalCamp #FreeMedicalCamp #HealthCare #IMAMorbi