માળીયા (મી.): સેવાકીય પ્રવૃતિ માટે જાણીતી દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામની શાળાના 60 જેટલા વિદ્યાર્થીઓને આ પર્વની ઉજવણીમાં આમંત્રિત કરી સહભાગી કર્યા હતા અને વિદ્યાર્થીઓને પતંગ ઉડાડવાની મજા કરાવી હતી તેમજ ચીકી અને મમરાના લડવાનો પણ નાસ્તો કરાવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે રમતગમતની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ પ્રકારની વ્યક્તિગત તથા ગ્રુપ રમતો રમાડવામાં આવી હતી અને વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયા હતા. આ પર્વની ઉજવણી બદલ શાળાના શિક્ષક તથા વિદ્યાર્થીઓએ દેવ સોલ્ટ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કંપનીના સિનિયર અધિકારી વિવેક ધ્રુણાએ જહેમત ઉઠાવી હતી. જેમાં કંપનીના અધિકારી ભૂપતસિંહ જાડેજા, બેદિન જેડા, રમજાન જેડા, જલાભાઈ ડાંગર અને સામંત સવસેટા ઉપસ્થિત રહ્યા હતા.