મોરબી : આગામી તારીખ 3 ડિસેમ્બર ને શનિવારના રોજ નાની વાવડી ખાતે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટી શેરી નંબર 1માં અબોલ જીવોના લાભાર્થે મેલડી મિત્ર મંડળ નાની વાવડી દ્વારા દેવ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 5 કલાકે બટુક ભોજન, સાંજે 7 કલાકે મહા આરતી તેમજ રાત્રે 8 કલાકે ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવાભાઈ રાવળદેવ તથા તેમની ટીમ ડાક ડમરૂની રમઝટ બોલાવશે. આ ધાર્મિક કાર્યમાં જે કંઈ પણ ફાળો થશે તે ગાયના ઘાસચારા, શ્વાનને બિસ્કીટ અને પક્ષીને ચણ નાખવામાં વાપરવામાં આવશે. માતાજીના સર્વે બાનાધારી ભુવાઓને પધારવા પણ ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.