આગામી દિવસોમાં દરેક તાલુકા-ગામડાની મુલાકાત કરવાનો નિર્ણય લેવાયો મોરબી: મોરબીના જોધપર નદી ગામમાં તાજેતરમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજની મીટીંગ મળી હતી. આ મિટિંગમાં આગામી દિવસોમાં મોરબી જીલ્લાનો પ્રવાસ ખેડવા,શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ સાધવા અસરકારક પગલા લેવાનો દ્રઢ નિશ્ચય કરાયો હતો. મોરબીના જોધપર નદી ગામમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજની મહત્વપૂર્ણ મીટીંગ યોજાઇ હતી. જેમાં મોરબી જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, દેવજીભાઈ નાગજીભાઈ ગણેશિયા,ભાણજીભાઈ ડાભી ભાઈ, તુલસીભાઈ પાટડીયા, ભરતભાઈ પરમાર, દિનેશભાઈ કાજીયા, ધીરુભાઈ દેવાભાઇ સુરેલા, સંજયભાઈ વિનુભાઈ ઝંઝવાડીયા, હેમુભાઈ મનજીભાઈ ઝંઝવાડીયા, સુરેશ પ્રભુભાઈ સુરેલા, મિત દિનેશભાઈ કાજીયા, લાલજીભાઈ સુરેલા, તથા ભગવાનજીભાઈ દતેશરીયા તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ સાધવા તેમજ આવનારા દિવસોમાં દરેક તાલુકા-ગામડાની મુલાકાત કરવાનો નિર્ણય લેવાયો હતો.તેમ મોરબી જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..