ઈંગ્લીશ દારૂના વેપલા તથા છેતરપીંડીના ગુન્હામાં ઝપટે ચડી ગયેલા નવ શખ્સોની પાસા હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયા મોરબી : મોરબી જિલ્લામાં અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલા 9 શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે અને ઈંગ્લીશ દારૂના વેપલા તથા છેતરપીંડીના ગુન્હામાં ઝપટે ચડી ગયેલા નવ શખ્સો લાંબા સનયથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય કલેકટરે આ તમામના પાસા વોરંટ ઇસ્યુ કરતા એલસીબીએ આ નવ શખ્સોની પાસા હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબીએ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં સંડોવયેલા અને લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા નવ શખ્સોની યાદી તૈયાર કરીને આ તમામની પાસા કરવા માટે જિલ્લા કલેકટર સમક્ષ દરખાસ્ત કરી હતી.જેથી જિલ્લા કલેકટર નવ શખ્સોને પાસા વોરંટ ઇસ્યુ કર્યા હતા.આથી લોકો સાથે વિશ્વાસ કેળવી સસ્તું સોનુ તથા એકના ડબલ કરવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરવાના બે ગુનામાં સંડોવાયેલા મોરબીના વિસીપીરામાં રહેતા સલીમ દાઉદભાઈ માણેક તથા આ રીતે ઠગાઈ કરવાના બે ગુનામાં સંડોવાયેલા માળિયાના યુસુફ કાદરભાઈ જેડા,ઈંગ્લીશ દારૂની બોટલની હેરાફરી તથા વેચાણના ગુનામાં સંડોવાયેલા હળવદના માથક ગામના અજય રૂડાભાઈ જેતપરા,ઈંગ્લીશ દારૂના વેપલાના 3 ગુનામાં સંડોવાયેલા મોરબીના મકનસર ગામના અશોક બહાદુરભાઈ સારલા, ઈંગ્લીશ દારૂના વેપલાના 3 ગુનામાં સંડોવાયેલા વિમલ મૂળજીભાઈ જાદવ ,ઈંગ્લીશ દારૂના વેપલાના 2 ગુનામાં સંડોવાયેલા રાજકોટના માલિયાસણના હરેશ નરસીભાઈ દેવાયકા,ઈંગ્લીશ દારૂના વેપલાના 2 ગુનામાં સંડોવાયેલા મોરબીના બેલા ગામના રાજુ દેવભાઈ ખીટ તથા મોરબીના ફડસર ગામના કાનજી ઉર્ફે ભુપત દેવજીભાઈ અને ફડસર ગામના કાના શામળાભાઈ સોઢિયા એમ મળીને 9 શખ્સોને એલસીબીએ પાસા હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલમાં મોકલી દીધા હતા.