મોરબી : લોકસભાની ચૂંટણીને આડે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે જિલ્લામાંથી અસામાજિક તત્વોને વીણી વીણીને સાફ કરવાનની કાર્યવાહી હેઠળ મોરબી એલ.સી.બીએ મોરબીના બે ઇસમોને પાસા વોરંટના આધારે રાજ્યની બે અલગ અલગ જેલમાં ધકેલી દીધા છે. મોરબી જિલ્લા મેજેસ્ટ્રેટ દ્વારા જારી થયેલા પાસા વોરંટની બજવણી કરતા એલ.સી.બીના પો.ઇન્સ. વી.બી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. આર.ટી.વ્યાસે નવસાદ હુસેનભાઈ વાઘડિયાં તથા જાવેદ અખ્તર બ્લોચ રહે. બન્ને મકરાણી વાસ, મોરબી વાળને અનુક્રમે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત અને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે ધકેલી દીધા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news