માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના રોહીશાળા ગામ નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 31 ઓગસ્ટના રોજ માળીયા-હળવદ રોડ પર રોહીશાળા ગામ નજીક યુવરાજસિંહ અભેસીંહ પરમાર (ઉ.વ. ૨૨, ધંધો ટ્રકમા કલીનર)ને પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 4, કી.રૂ. 1200 ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસે આરોપી યુવરાજસિંહની અટકાયત કરી છે.