મોરબી : મોરબી તાલુકાના બેલા ગામમાં પોલીસ દ્વારા વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાતા તેની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે તા. 9ના રોજ બેલા ગામમાં ખોખરા હનુમાન રોડ પર પાવરહાઉસ સામેથી ચીરાગભાઈ પ્રભુભાઇ કાવર (ઉ.વ. 30)ને ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કીની 2 બોટલો (કી.રૂ. 750) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપી ચીરાગભાઈની અટકાયત કરી છે. તેમજ તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.