વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામમાં વ્હીસ્કીની બોટલ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 9ના રોજ વાંકાનેર તાલુકાના દલડી ગામના પેટ્રોલપંપ સામેથી અશોકસિંહ દીલુભા જેઠવા (ઉ.વ. 46, ધંધો પ્રાઇવેટ નોકરી, રહે. થાનગઢ મંગલદીપ સોસાયટી જી. સુ.નગર)ને ભારતીય બનાવટની ઇંગલીશ દારૂની બોટલ રોયલ ચેલેન્જ, ફીનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કીની શીલપેક બોટલ નંગ 1, કિ.રૂ. 520 સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસે તેની અટકાયત કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate