રૂ. 11 હજારથી વધુની રોકડ જપ્ત મોરબી : મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અને પોલીસે રૂ. 11 હજારથી વધુની રોકડ જપ્ત કરી છે. બંધુનગર ગામ પાસે, તુલશી પેટ્રોલપંપની બાજુમાં તુલશી કોમ્પલેક્ષ સામે ખુલ્લી જગ્યામાં ગે.કા. રીતે ચલણી નોટોના નંબર ઉપર પૈસાની હારજીતનો નસીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા દિપકભાઇ પ્રમોદભાઇ સિધ્ધપુરા, રાજુભાઇ મથુરાપ્રસાદ કાછી, કરશનભાઇ લાલાભાઇ મુંધવા અને કાસીફભાઇ મહમદગુલાબ શેખને પોલીસે પકડી પાડ્યા છે અને રૂ. 11,240ની રોકડ કબ્જે કરી છે. તેમજ આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..