'સંવેદનહીન સરકાર અન્ન અધિકાર આપે'ના અભિયાન હેઠળ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સંવેદનહીન સરકાર અન્ન અધિકાર અપાવવા અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમીયાન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી. સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા માટે વિરોધ કાર્યક્રમને કચડવાનો પ્રયાસ કરાતા કોંગ્રેસમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મોરબી જિલ્લા કોગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારની નિષ્ફળતાના વિરોધમાં આજે મોરબીના નહેરુ ગેટ ચોક ખાતે એ.આઈ.સી.સી ના સચિવ અને ગુજરાત કોગ્રેસના સહ પ્રભારી જીતેન્દ્ર બધેલ અને મોરબી જિલ્લાના પ્રભારી કરણદેવસિંહ તેમજ જી.પી.સી.સીના ઉપપ્રમુખ ડો.દિનેશભાઈ પરમારની ઉપસ્થિતિમા અન્નના અધિકાર માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહી ગુજરાતની નિષ્ફળ સરકારની પ્રજા વિરોધી માનસિકતાના કારણે પ્રજા અન્નના અધિકારથી વંચિત હોયને સરકાર તાત્કાલિક ભૂખ્યાને ભોજન અને વંચિતોને સમયસર અનાજ મળે તેવી વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે અને આ પ્રજાના ટેક્સના પૈસાથી કરવામાં આવતા ઉજવણીના તાયફા બંધ કરીએ પ્રજાને અન્નનો અધિકાર મળે તેમ કરવા જણાવેલ સરકાર વિરોધીના સૂત્રોચ્ચાર કર્યા હતા. આથી આ પ્રજા વિરોધી સરકારે પોલીસને આગળ કરી તમામ આગેવાન કાર્યકરોની ધરપકડ કરી આ પ્રજા વિરોધી સરકાર લોકશાહી રીતે વિરોધ કરતા પણ અટકાવતા હોવાનો મોરબી જિલ્લા કોંગ્રેસે સુર વ્યક્ત કર્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..