મોરબી : મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ જુગાર રમતા લોકોને પકડી પાડવા રેઇડ પાડવામાં આવી હતી. આ દરમિયાન મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા કુલ 8 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા મોરબીના શકત શનાળા ગામમાં શક્તિ માતાજીના મંદિર પાછળ પાણીના ટાંકા પાસે ઝુપડામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હતા. તેમજ વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના હશનપર ગામના ઝાંપા પાસે તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે તે પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.