મોરબી : મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે જુગાર રમતા 10 ઇસમોને રોકડ રૂ. 1,01,500ના મુદામાલ સાથે મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. મોરબી LCBને આજે તા. 1 મેના રોજ જુગાર રમાતો હોવાની બાતમી મળેલ હતી. જેના આધારે LCB ટીમ એ જુગાર અંગે રેઇડ કરતા મોરબી તાલુકાના ઉચી માંડલ ગામે, રામજી મંદીર પાસે રહેતા આરોપી ધનજીભાઇ નારણભાઇ પટેલ પોતાના મકાને ગે.કા.રીતે બહારથી માણસો બોલાવી જુગાર રમી રહ્યા હતા. આ બનાવમાં કુલ 10 ઇસમોને રોકડ રૂ. 1,01,500 સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો રજીસ્ટર કરેલ છે. આ બનાવમાં આરોપીઓ ધનજીભાઇ નારણભાઇ કુંડારીયા, નાનજીભાઇ અમરશીભાઇ વડસોલા, રવિરાજસિંહ જીવુભા પરમાર, શાંતિલાલ દેવરાજભાઇ વડસોલા, યશવંતભાઇ મગનભાઇ કુંડારીયા, સુરેશભાઇ પ્રભુભાઇ કાલરીયા, કિશોરભાઇ મેઘજીભાઇ કુંડારીયા, ગોવિંદભાઇ અમરશીભાઇ વડસોલા, પ્રવિણસિંહ દોલુભા મોરી તથા રતીલાલ કેશવજીભાઇ સોરીયા (રહે.બધા ઉચીમાંડલ, તા.જી. મોરબી)ની અટકાયત કરવામાં આવી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/