મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા અન્ય બે શખ્સોની શોધખોળ ચાલુ કરવામાં આવી છે. ગઈકાલે તા. 22ના રોજ મોરબીના સામાકાંઠે કુબેર સીનેમા સામેથી નરેશભાઇ જયદેવભાઇ લાંબા (ઉ.વ. 21, ધંધો-મજુરી, રહે-ગુલાબનગર, વિસીપરા) તથા શાહરુખભાઇ યુસુફભાઇ શાહમદાર (રહે-રણછોડનગર)ને પોતપોતાના મોટર સાયકલમાં ગેરકાયદે ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ 2, (કિ.રૂ. 600) સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પરંતુ રેઇડ દરમિયાન આરોપી શાહરુખ નાસી ગયો હતો. આરોપીઓએ વિદેશી દારૂની બોટલો વેચાણ કરવાના ઇરાદે ગોપાલ હિરાભાઇ રાઠોડ (રહે-વીસીપરા) પાસેથી ખરીદી હતી. આ બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે આરોપી નરેશની અટકાયત કરી છે. અને આરોપીઓ શાહરુખ અને ગોપાલને પકડવા તજવીજ હાથ ધરી છે.