રાજ્ય સરકારના આદેશને પગલે હળવદ પોલીસ દ્વારા તબ્કાવાર ડિટેઇન કરેલા વાહનો છોડી મુકવાની કાર્યવાહી થશે : ૨૭ થી ૨૯ માર્ચ સુધીના ડિટેઇન વાહનોને કાલે છોડી મૂકાશે હળવદ : લોકડાઉનના જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા અનેક વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરેક સ્થાનિક પોલીસને ડિટેઇન કરેલા વાહનોને છોડી મુકવાની જવાબદારી આપીને આ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આથી, હળવદ પોલીસે રાજ્ય સરકારના આદેશનો અમલ કરીને તબક્કાવાર ડિટેઇન કરેલા વાહનો છોડવાની કાર્યવાહી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હળવદના પી.આઇ સંદીપ ખાંભલાએ આજે મીડિયા સમક્ષ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ડિટેઇન કરેલા વાહનો છોડી દેવાની કાર્યવાહી કરવાનો દરેક સ્થાનિક પોલીસને આદેશ કર્યો છે. આ આદેશને પગલે હળવદ પોલીસ દ્વારા ડિટેઇન કરેલા વાહનો છોડી મુકવાની તબક્કાવાર કાર્યવાહી થશે. જેમાં ગત તા ૨૪, ૨૫ અને ૨૬ માર્ચ સુધીમાં ડિટેઇન કરેલા વાહનો આજે સાંજે પાંચથી આઠ વાગ્યા દરમિયાન હળવદ પોલીસ મથકે છોડી મુકવાની કાર્યવાહી કરાશે તેમજ તા.૨૭, ૨૮ અને ૨૯ માર્ચ સુધી ડિટેઇન કરેલા વાહનોની છોડી મુકવાની આવતીકાલે સાંજે પાંચ વાગ્યે હળવદ પોલીસ મથકમાં જ કાર્યવાહી થશે. આ રીતે લોકડાઉન જાહેરનામા ભંગ બદલ ડિટેઇન થયેલા વાહનો તબબકાર મુક્ત કરવાની કાર્યવાહી થશે અને સ્થળ પર દંડ વસુલ કરવામાં આવશે. તેથી, વાહન માલિકોને વાહન છોડાવવા માટે તેમના વાહનોના જરૂરી આધાર પુરાવા સાથે લઈ આવવાની તેમણે અપીલ કરી છે. આ માટે હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવાની પણ તેમને અપીલ કરી છે