ટંકારામાં સવા 4 ઈંચ, માળિયામાં અઢી ઇંચ : મોરબી અને હળવદમાં સવા 2 ઇંચ તેમજ વાંકાનેરમાં બે ઇંચ વરસાદ પડ્યો મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે સોમવારે સવારે 4 થી રાત્રીના 8 દરમિયાન મોરબી જિલ્લામાં બે ઇંચથી લઈને સવા ચાર ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જેમાં ટંકારામાં સવા 4 ઈંચ , માળીયામાં અઢી ઇંચ, વાંકાનેરમાં બે ઇંચ અને મોરબીમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં સર્વત્ર મેઘરાજાની ધીંગી સવારી આવી પહોંચી છે. આખો દિવસ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા કંટ્રોલ રૂમેના જણાવ્યા મુજબ સોમવાર સવારના 4 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદના આકડા મુજબ ટંકારામાં 109 મીમી, માળીયામાં 66 મીમી , વાંકાનેરમાં 49 મિમી, હળવદમાં 54 મીમી અને મોરબીમાં 59 મીમી વરસાદ પડ્યો છે. નોંધ : 25 મિમી બરાબર એક ઇંચ વરસાદ થાય