મોરબી : મોરબીના દેત્રોજા પરિવાર દ્વારા ઋષિકેશમાં આનંદધામ આશ્રમ ખાતે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રસિદ્ધ શાસ્ત્રી મહેશભાઈ ઠાકર દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. કથા દરમિયાન શાસ્ત્રીજીએ અધ્યાત્મની વાતો સાથે વર્તમાન જીવન શૈલી તથા વિજ્ઞાનની વાતોને વણી લેવામાં આવતા કથા સાંભળવી વધુ રસપ્રદ બની હતી. દેત્રોજા પરિવારના સભ્યોએ ભક્તિભાવપૂર્વક કથા શ્રવણ કરી કથા દરમિયાન આવતા કપિલ જન્મ, નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ જન્મ, કૃષ્ણ જન્મ, નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા, કૃષ્ણ-રૂક્ષમણી વિવાહ સહિતના પ્રસંગોની હરખભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી. શ્રીમદ ભાગવત સપ્તાહ આજે ભક્તિપૂર્ણ વાતાવરણમાં વિરામ પામી હતી. ભાવિકોએ કથા શ્રવણ ઉપરાંત મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો. આ ઉપરાંત, આવતીકાલે તા. 8 નવેમ્બરના રોજ દશાંશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.