મોરબી : કોરોના હોટસ્પોટ ગણાતા વડોદરામાંથી મોરબી આવવા માટે બે વ્યક્તિઓને જ કલેકટરે મંજૂરી આપી હોવા છતાં વડોદરાથી ચાર વ્યક્તિઓ મોરબીમાં ઘુસી ગયા હતા. આથી, પોલીસે આ ચારેય વ્યક્તિઓ સામે મંજૂરી વગર મોરબીમાં આવવા મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અના.પો.હેડ કોન્સ. કે.એમ.સોલગામાએ આરોપીઓ વલમજીભાઇ પોપટભાઇ કાસુન્દ્રા (ઉ.વ-૪૯), કંચનબેન વલમજીભાઇ પોપટભાઇ કાસુન્દ્રા, યશકુમાર વલમજીભાઇ પોપટભાઇ કાસુન્દ્રા (ઉ.વ-૧૯), સંતોષબેન વલમજીભાઇ પોપટભાઇ કાસુન્દ્રા (ઉ.વ-૨૧, રહે. તમામ વડોદરા માંઝલપુર પરમહંસ સોસાયટી, હાલ રહે. નવા આમરણ ગામ મોરબી) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે વિશ્વભરમા નોવેલ કોરોના વાયરસ ફેલાયેલ હોય જેનો ફેલાવો અટકાવવા ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરેલ હોવાથી બીનજરૂરી લોકોની હેરફેર રોકવા તેમજ આવજ-જાવન નહી કરવાની સૂચના છતાં આરોપીઓ વડોદરા શહેર માઝલપુર વિસ્તાર ખાતેથી આમરણ ગામ મોરબી ખાતે આવવા સારૂ આ કામના આરોપી એકને વડોદરા કલેકટર જીલ્લા બદલની એક ડ્રાયવર તથા એક વ્યકતિ એમ કુલ બે વ્યકતીઓને મંજૂરી આપેલ હોય તેમ છતાં તેની સાથે ખોટી રીતે અન્ય બે આરોપીઓને વડોદરાથી મોરબી તાલુકાના નવા આમરણ ગામે લાવીને જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો નોંધાયો છે.