નટરાજ ફાટક સહિત શહેરમાં અડધોથી પોણો ઇંચ વરસાદ વરસ્યો છતાં કંટ્રોલરૂમમાં 0 વરસાદ નોંધાયો: પૂછપરછ બાદ 6 થી 10 માં માત્ર 6 mm દર્શાવાયોમોરબી અપડેટ: મોરબી શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયેલું છે અને વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ વરસ્યા હતા. ખાસ કરીને સવારે 7 વાગ્યા આસપાસ 15 થી 20 મિનિટ સુધી નટરાજ ફાટક સહિતના વિસ્તારોમાં અંદાજે અડધોથી પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેમ છતાં વરસાદ માપવામાં તંત્ર આળસ કરતું હોય તેમ તાલુકા મામલતદાર કચેરી અને ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં સવારે 6 થી 10 ના સમયગાળા દરમિયાન વરસાદ '0' એટલે કે નીલ નોંધાયો હતો.સવારથી જ મોરબી શહેરમાં બે થી ત્રણ વરસાદી ઝાપટાં પડ્યા બાદ પણ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. આમ છતાં સરકારી ચોપડે વરસાદ ન દર્શાવાતા ક્યાંક ને ક્યાંક અધિકારીઓ વરસાદ માપવાની કામગીરીમાં આળસ દાખવતા હોય તેવો ઘાટ સર્જાયો હતો.આ સમગ્ર મામલે ડિઝાસ્ટર મામલતદારનો સંપર્ક કરતા તેમણે તપાસ કરીને જણાવવાનું કહ્યું હતું. સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન પડેલો વરસાદ 8 વાગ્યા પછી માપવામાં આવ્યો હતો અને મોરબીમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 6 mm વરસાદ નોંધાયો હોવાનું જણાવ્યું હતું. જોકે, અગાઉ વરસાદ નિલ દર્શાવ્યા બાદ પછી વરસાદ દર્શાવાતા તંત્રની વરસાદ માપણી સામે અનેક સવાલો ઊભા થયા છે.#Morbi #MorbiUpdate #MorbiRain #Monsoon2026 #RainfallData #DisasterManagement #MamlatdarOffice #MorbiNews #GujaratNews