ગુજરાત મહેસુલી કર્મચારી મંડળ તેમજ અન્ય કર્મચારીઓ મહામંડળના આદેશની રાહમાંમોરબી : ગુજરાતભરના કર્મચારીઓ આવતીકાલે તા.6માર્ચના રોજ પેન ડાઉન, શટ ડાઉન, અને ચોક ડાઉન કરવા માટે જાહેરાત કરતા મંગળવારે મોડી સાંજે ખાસ પરિપત્ર જાહેર કરી પ્રતીક હડતાળ કરનાર સામે પગલા ભરવા જાહેર કરતા ગુજરાત રાજ્ય કર્મચારી મહા મંડળ કેવો રૂખ અપનાવે છે તે અંગે અન્ય કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે. જો કે આવતીકાલે બુધવારે શિક્ષકો ચોક ડાઉન કરવા મક્કમ હોવાનું જાણવા મળે છે.