વાંકાનેર : વાંકાનેરના કોઠી ગામના બસસ્ટેન્ડ નજીક અકસ્માત ગ્રસ્ત હાલતમાં પડેલી આઇટેન કારમાંથી દેશીદારૂનો જથ્થો મળી આવતા પોલીસે ગુન્હો નોંધી કારનાં નંબરને આધારે માલિકની શોધખોળ હાથ ધરી છે. વાંકાનેરના કોઠી ગામ ના બસસ્ટેન્ડ પાસે હુન્ડાઇ કંપનીની સફેદ કલરની આઇ.૧૦ ગ્રાન્ડ કાર જેના એન્જીન નંબર D3FBJM652845તથા ચેસીસ MALA851ELJM906393 વાળીમા પાસ પરમીટ કે આધાર વગર 375 લીટર દેશીદારૂનો જથ્થો મળી આવતા પોલીસે હુન્ડાઇ કંપની ની આઇ.૧૦ ગ્રાન્ડ ફોરવ્હીલકાર કિમતરૂ.૧૫૦૦૦૦ તેમજ દેશી દારૂ રૂ.7500નો કબજે લઈ કાર મૂકી નાસી છૂટેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે.