મોરબી : તાલુકા અને મોરબી શહેર વિસ્તારમાંથી 5 અલગ અલગ બનાવોમાં પોલીસે 3 મહિલા સહિત 5ને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વિશિપરામાં રહેતા 39 વર્ષીય અકતાફ અલ્લારખા શાહમદારને બેલાથી ખોખરા હનુમાનજી જતા રસ્તા પરથી ત્રણ બાચકામાં ભરેલ 135 લીટર દેશી દારૂ સાથે તથા કાલિકા પ્લોટમાં રહેતા અજય ઉર્ફે મુન્નો છગન કુરેશાને પરસોતમ ચોક પાસેથી 21 થેલી દેશી દારૂ સાથે તથા રુબીના ગફાર જેડાને કંડલા બાયપાસ પાસેથી 25 થેલી દેશી દારૂ સાથે તથા મંજુ નવઘણ કુંવરિયાને 12 થેલી અને જાગૃતિ બળદેવ આડેસરાને દેશી દારૂની 8 થેલી સાથે ત્રાજપર નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.