મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટરસાયકલમાં દેશી દારૂ લઈને નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો જ્યારે દારૂના બે ધંધાર્થીઓના નામ ખુલતા બન્નેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમીયાન સો ઓરડી રામાપીર મંદિર નજીકથી મોટરસાયકલમાં દેશી દારૂ ભરીને નીકળેલા દિલીપભાઈ રાજેશભાઇ જાનીને ઝડપી લીધો હતો. અને આ દેશી દારૂ હારુન નિઝમભાઈ ભટ્ટી અને નિઝામ હૈદરભાઈ જેડાનો હોવાની કબૂલાત આપતા પોલીસે ૫૧૦ લીટર દારૂ કિ.૧૦૨૦૦, મોબાઈલ ફોન કિ.૧૦૦૦ તથા હોન્ડા મોટરસાયકલ કિ. ૨૫૦૦૦ મળી રૂ.૩૬,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી બન્ને દારૂના ધંધાર્થીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. [caption id='attachment_34927' align='aligncenter' width='300'] ફાઇલ ફોટો[/caption]