લાલ જાજમ બિછાવી અદકેરુ સન્માન અપાયુ : અદકેરા સન્માનથી નાયબ પોલિસ અધિક્ષક સ્ટેજ પર બન્યા ભાવવિભોર ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામના કિશાનપુત્રને ત્યાં જન્મેલા અને સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભુમિની માટીમાં અાળોટી મોટા થયેલા કે.ટી. કામરીયાનુ તેમની જન્મ ભોમકામાં અદકેરુ સન્માન કરવામા આવ્યુ હતુ. સરકારી શાળામાં પ્રાથમિકથી માંડીને માધ્યમિક શિક્ષણનો અભ્યાસ પુર્ણ કરી વધું અભ્યાસ અર્થે બહારગામ જઈ, અેગ્રીકલચરની જીપીઅેસસી અેકઝામ પાસ કરીને પીઅેસઆઈથી માંડી નાયબ પોલિસ અધિક્ષકની સર્વિસ સુધી પહોંચેલા કે.ટી.કામરીયાએ આ દરમ્યાન દરમિયાન તલવારની ધાર પર ચાલીને અનેક ઉતાર ચઢાવનો સામનો કરી ગુજરાત પોલિસમાં નિષ્ઠાપુર્વક સેવા આપી છે. 'રાષ્ટ્રપતિ પોલિસ મેડલ'ના હકદાર બનતા ઉપસ્થિત કે.ટી. કામરીયાઅે આ તમામ જશ તેમના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરતા જણાવ્યું હતું કે, જયારે હું પોલિસ ખાતામાં જોઈન્ટ થયો ત્યારે મે મારા પિતાને જાણ કરી કે મને પીઅેસઆઈની નોકરી મળી છે, ત્યારે તેમના સ્વર્ગસ્થ પિતાઅે તે સમયમાં ચાર શિખામણ આપતા જણાવ્યું હતુ કે, પોલિસ ખાતુ હકિકતમા 'ખાતુ' કહેવાય છે પણ તુ હરામનું લઈશ નહી, પરમાટી ખાઈશ નહી, નિતિમતાથી કામ કરતો રહેજે અને રાત્રે ઉંઘ ન આવે અેવું કામ કરીશ નહી. આ ચાર સિદ્ધાંત મેં જાળવી રાખ્યા. આજે તેઓની આ શિખામણ કાર્યકાળ દરમ્યાન યાદ રાખવાથી જ આજે આ બે- બે રાષ્ટ્રપતિ પોલિસ મેડલ મળ્યા છે. આ મેડલના ખરા હક્કદાર મારા સ્વર્ગસ્થ પિતા છે. માટે આ પોલિસ મેડલ મારા પિતાજીના ચરણોમા સમર્પિત કરુ છું. કે.ટી.કામરીયાએ પોતાના વક્તવ્યમાં વધુમાં જણાવ્યુ હતુ કે મારા લંગોટીયા મિત્રો તેમજ ગ્રામજનો દ્વારા આપવામાં આવેલા આ અદ્ભુત સન્માનનો સદા ઋણી રહીશ. આમ કહેતા કે.ટી.કામરીયા ભાવુક થયા હતા. આ સન્માન સમારોહના અતિથિ વિશેષ આચાર્ય ધર્મબંધુંજીઅે દિપ પ્રાગટ્ય કર્યું હતુ. ત્યારબાદ ફુગ્ગાઅો સાથે નાયબ પોલિસ અધિક્ષકની તસ્વીર ખુલ્લા આકાશમાં વિહરતી કરી હતી. આ તકે જેરામભાઈ વાસજાડીયા, સહકારી અગ્રણી વાઘજીભાઈ બોડા, મોરબી-માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ટંકારા-પડધરી ધારાસભ્ય લલિતભાઈ કગથરા તેમજ પુર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, નિવૃત કલેકટર માંકડીયા સાહેબ, નિવૃત ડીવાયઅેસપી સરડવા સાહેબ સહિત અનેક નામી અનામી મહેમાનો આ ક્ષણના સાક્ષી બન્યા હતા.