મોરબી : મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર દ્વારા ઝોન નં. ૧ ની વિઝિટ કરવામાં આવી હતી. જેમાં તેઓએ SWM શાખાની સફાઈ કામગીરીની હાજરીની ચકાસણી કરી હતી. આ ઉપરાંત તેઓએ પંચાસર અને વાવડી રોડ ખાતે આવેલ GVPની વિઝિટ કરી એજન્સીને સોંપેલ GVP કલેક્શન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તા. ૦૫/૦૮/૨૦૨૫ થી ૧૧/૦૮/૨૦૨૫ દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત રૂ. ૪૮૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સાવસર તળાવ, સર્કિટ હાઉસ પાસે આવેલ નાલું, વાવડી ગ્રામ પંચાયત પાસે સતનામ ગૌશાળા, લીલાપર ફિલ્ટર હાઉસ ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ)ની યાદીમાં જણાવાયું છે.