મોરબી : મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા વોર્ડ નં. 10 ની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વોર્ડમાં કાર્યરત સફાઈ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે જ રામાપીરના મંદિર પાસેના ખુલ્લા પ્લોટ અને લાયન્સનગર સોસાયટી સામે આવેલ GVP પોઈન્ટની મુલાકાત લઈને સ્થળ પરની સ્વચ્છતા અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ રાખવાની કામગીરીના ભાગરૂપે ગોકુલનગર અને ઉમા-2 વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જાહેર સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા અને જાહેરમાં કચરો સળગાવતા ઈસમો વિરુદ્ધ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારની તપાસ દરમિયાન ડેપ્યુટી કમિશનર દ્વારા સંગમ વોટર પાર્ક તથા શક્તિમાંના મંદિર પાસે આવેલ નાળાની પણ વિઝિટ કરવામાં આવી હતી અને ડ્રેનેજ તેમજ સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.#MorbiUpdate #MorbiNews #Morbi #MorbiMunicipalCorporation #SwachhMorbi #CleanCity #Ward10