મોરબી : મોરબી સહિત રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ - ભુજ જિલ્લામાંથી હદપાર થયેલ સોનકી નામની દેશી દારૂની ધંધાર્થી મહિલા હડપાર નિયમ ભંગ કરી મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં દારૂ વેંચતા મળી આવતા પોલીસે પ્રોહીબિશન ઉપરાંત હડપારી નિયમ ભંગ બદલ કાર્યવાહી કરી છે. ગુન્હાહિત કૃત્યો કરવા સબબ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા, ઉંવ ૪૧ ધંધો ઘરકામ રહે. માળીયા વનાળિયા મેઇન રોડ સો ઓરડી વાળીને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ - ભુજ જિલ્લાથી હદપાર કરી હોવા છતાં પોતાના ઘરે દેશી દારૂ વેચવાનો ધંધો ચાલુ રાખતા બી- ડિવિઝન પોલીસે દેશી દારૂ લીટર-૨૪૫ કીંમત રૂપીયા.૪,૯૦૦ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. વધુમાં દેશી દારૂની ધંધાર્થી મહિલા સોનલ ઉર્ફે સોનકી વિરુદ્ધ પોલીસે પ્રોહીબિશન ઉપરાંત હદપારી નિયમ ભંગ બદલ પણ કાર્યવાહી કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..