શણગારેલી છત્રી સાથે રાસ મંડળી દ્વારા રોડ શોનું જોરદાર સ્વાગત કરાશે મોરબી : મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના રોડ શો ના પ્રારંભે વાંકનેર તાલુકાના કાછીયાગાળા ગામની પ્રખ્યાત રાસ મંડળી જમાવટ કરશે. આજે રાજકોટ બાદ મોરબી રોડ શો માટે આવી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના રોડ શોમાં અંદાજે 25 હજારની જનમેદની જોડાનાર છે ત્યારે રોડ શોનો પ્રારંભ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની પ્રખ્યાત રાસમંડલી દ્વારા કરવામાં આવશે. રાસ મંડળીના કલાકારો પરંપરાગત રાસની સાથે ભાતીગળ શણગારેલી છત્રી સાથે રોડ શો પૂર્વે જ આકર્ષણ જમાવ્યું હતું.