બેઠકમાં અનેકવિધ પ્રશ્નો સાંભળી સત્વરે નિરાકરણ થાય તે માટે કાર્યવાહી કરવા આદેશહળવદ : હળવદએ પ્રગતિશીલ તાલુકો છે. હળવદમાં વસ્તી પણ દિન પ્રતિદિન વધતી જાય છે અને ધંધા વ્યાપાર અને APMC પણ પ્રગતિ ની એક નવી ઊંચાઈ સર કરી રહ્યું છે અને ખેતી ક્ષેત્રે પણ હળવદ અવ્વલ છે. હળવદ ગુજરાત અને બીજા રાજ્યોમાંથી ખેત મજુરો અને અન્ય શ્રમજીવીઓ ખુબ મોટી સંખ્યામાં આવે છે ત્યારે હળવદથી અન્ય શહેરોમાં આવવા તથા જવા માટેની કનેક્ટિવિટી સરલતાથી ઉપલબ્ધ થાય તથા હળવદ તાલુકાના મુસાફરોની સુવિધાઓમાં વધારો થાય તે આશયથી સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની સૂચના મુજબ હળવદ ખાતે એસ.ટી નિગમના રાજકોટ વિભાગના વિભાગીય નિયામક કાલોત્રા સાહેબ દ્વારા હળવદના વેપારી આગેવાનો અને સામાજિક રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં અનેકવિધ લોક હિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. અને તે પ્રશ્નોનું સત્વરે નિરાકરણ થાય તે માટે ઘટતી કાર્યવાહી કરવા વિભાગના અધિકારી દ્વારા કટિબદ્ધતા દર્શાવી હતી. લોક પ્રશ્નોમાં આ મુજબના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. હળવદ સરા ચોકડીથી બપોર પછી ભૂજ બાજુની મોટા ભાગની બસો બાયપાસ જાય છે જે ચોકડી બાયપાસ જતી બસો બસ સ્ટેન્ડથી જાય તેમ કરવું. મોરબી - સૂરત , ભૂજ - સૂરત, ભૂજ - વડોદરા લક્સરી, એક્સપ્રેસ બસ હળવદ બસ સ્ટેન્ડ નથી આવતી તે બસો બસ સ્ટેન્ડ થઈને જાઈ, મોટા ધાર્મિક સ્થળે જવાય તે માટે હળવદથી સોમનાથ, હળવદથી દ્વારકા અને હળવદથી અમરેલી બસ શરૂ કરવામા આવે, રાજકોટ જવા માટે સવારે બસ ગયા પછી એક પણ બસ નથી. બપોરે 12 વાગ્યાની હળવદથી રાજકોટ વાયા મોરબી બસ ચાલુ કરવી, બપોર 11.00 વાગ્યે મોરબી બસ ગયા પછી 12.45 બસ આવે છે એટલે વચ્ચેના સમયમાં લોકલ બસ ચાલુ કરવી જેના કારણે ગામડાંના લોકો અને વિધાર્થી ભાઈ બહેનોને પણ સુવિધા મળે , વાંકાનેર -રાજકોટ સવારે જતી બસ અને રાજકોટ - મોરબી- ધ્રાંગધ્રા જે રાજકોટથી રાત્રે 08.30 ઉપડે તે પણ ચાલુ રાખવી, હળવદ બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ મૂકવા , પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવી, ચોકડી ખાતે પિકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરવું, દેવિપુર ગામને બસનો સ્ટોપ આપવો, ચરાડવા - ઈશ્વરનગર વિદ્યાર્થીઓ માટે નવો રૂટ શરૂ કરવો, ગ્રામ્ય વિસ્તારમાં નવા બસ રૂટ શરૂ કરવા સહિત અનેક લોક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં શક્ય તેટલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારી દ્વારા કટિબદ્ધતા દાખવી હતી. ઉલ્લેખનીય છે કે, હળવદમાં સૌ પ્રથમ વખત આ પ્રકારે એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા બેઠક યોજી અને લોકોના પ્રશ્નોને વાચા આપી છે.