મોરબી : મોરબીમાં બોગસ સીરામીક પેઢી ઉભી કરી બરોબર ટાઇલ્સ વેચીને જીએસટીની ચોરી કર્યાના કૌભાંડમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે 14 આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. મોરબીમાં થોડા સમય પહેલા લાખો રૂપિયાની જીએસટીની ચોરી થયાનું કૌભાંડ બહાર આવ્યું હતું.જેમાં ભેજાબાજૉ બોગસ સીરામીક પેઢી ઉભી કરીને બારોબાર ટાઇલ્સ વેચીને લાખોની જીએસટી ચોરી કર્યાનું ધ્યાને આવતા મોરબી સ્થિત જીએસટી વિભાગના અધિકારીએ આ બાબતે પીલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસે એક પછી એક એમ 14 આરોપીઓને દબોચી લીધા હતા.આ આરોપીઓની પૂછપરછમાં જીએસટી ચોરીની કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.દરમ્યાન 14 આરોપીઓ પોતાના વકીલ મારફત જામીન પર છૂટવા ડિસ્ટ્રીક કોર્ટમાં અરજી કરી હતી.ત્યારે આજે આ જમીન અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે આ ગંભીર કેસને ધ્યાને લઈને 14 આરોપીઓના જામીન નામંજૂર કરી દીધા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news