સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી ડૉ. કોમલ દવે દ્વારા શિશુ વર્ગના બાળકોના દાંતનું પરીક્ષણ કરાયુંમોરબી : સામાજિક જવાબદારીના ભાગરૂપે અને 'સ્વસ્થ બાળક, સ્વસ્થ સમાજ' ના ઉદ્દેશ્ય સાથે મોરબીની સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળામાં શિશુ વર્ગના બાળકો માટે એક ડેન્ટલ કેમ્પ અને ઓરલ હાઈજીન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી ડેન્ટલ સર્જન ડૉ. કોમલ સુરેશચંદ્ર દવે દ્વારા તાજેતરમાં 4/7/2026 ના શનિવારના રોજ આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.કેમ્પના મુખ્ય ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓઆ કેમ્પમાં શાળાના નાના બાળકોમાં મોં અને દાંતની સફાઈ (Oral Hygiene) પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ બાળપણમાં થતા દાંતના સડા (Cavities) અને પેઢાની તકલીફોનું વહેલું નિદાન કરવા માટે ક્લિનિકલ પરીક્ષણ કરાયું હતું. બાળકોમાં દંત ચિકિત્સા અને ડૉક્ટર પ્રત્યેનો ડર (Dental Phobia) દૂર કરી, રમત-ગમત સાથે સ્વાસ્થ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત ડેન્ટલ મોડેલના માધ્યમથી બાળકોને સાચી દિશામાં બ્રશ ફેરવવાની વૈજ્ઞાનિક રીત પ્રેક્ટિકલ કરીને શીખવાડી હતી. બાળકોને વાર્તા અને રમત દ્વારા દિવસમાં 2 વાર (સવારે અને રાત્રે) બ્રશ કરવાના ફાયદા સમજાવવામાં આવ્યા હતા.હેલ્થ કાર્ડનું વિતરણ અને પ્રશંસા પત્ર એનાયત કરાયોપરીક્ષણ દરમિયાન અંદાજે ઘણા બાળકોમાં શરૂઆતી કેવિટી જોવા મળી હતી, જેના વિશે વર્ગશિક્ષકોને વાલીઓ સુધી સંદેશો પહોંચાડવા જાણ કરાઈ હતી. જે બાળકોના દાંતમાં સમસ્યા જણાઈ, તેમને અલગથી 'ડેન્ટલ હેલ્થ કાર્ડ' આપી વાલીઓને આગળની સારવાર માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આ નિઃશુલ્ક સેવાકીય કાર્યને બિરદાવી ડૉ. કોમલ દવેને પ્રશંસા પત્ર એનાયત કરાયો હતો. આ પ્રસંગે શિક્ષકો અને વાલીઓને પણ બાળ-દંત સુરક્ષાના મહત્વથી માહિતગાર કરાયા હતા.ભવિષ્યમાં પણ સેવાકાર્ય ચાલુ રાખવાનો સંકલ્પઉલ્લેખનીય છે કે ડૉ. કોમલ દવે દ્વારા આ પૂર્વે પણ માનસિક દિવ્યાંગ બાળકો માટે મેડિકલ ડેન્ટલ કેમ્પ કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં પણ મોરબી જિલ્લાના વંચિત અને જરૂરિયાતમંદ બાળકોના સ્વાસ્થ્ય ઉત્થાન માટે હોસ્પિટલના સહયોગથી અને સ્વતંત્ર રીતે આ પ્રકારે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ તેમને વ્યક્ત કર્યો છે.#Morbi #MorbiUpdate #DentalCamp #OralHygiene #MorbiNews #SaraswatiShishuMandir #HealthCamp #MorbiDoctor