ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો : શહેરમાં 17, ગ્રામ્યમાં 8 કેસમોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ચોમાસામાં મચ્છરજન્ય બીમારીએ માથું ઉચક્યું હોય તેવી સ્થિતિમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા છેલ્લા એક મહિનામાં જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યુના 25 નવા કેસ સામે આવ્યા છે. બીજી તરફ જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકા દ્વારા મેલરિયા અટકાયત માટે સઘન પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં પણ ત્રણ મહિનામાં મેલરિયા અને ઝેરી મેલરિયાના 70 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જો કે, ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર લોકોની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં છે.વર્ષાઋતુમાં મોરબી શહેર અને જિલ્લામાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને વાદળછાયા વાતાવરણમાં વાયરલ બીમારીના કારણે ઘેર-ઘેર બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. શરદી-ઉધરસ અને તાવ ઉપરાંત ઝાડા ઉલ્ટીના કેસમાં પણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. રોગચાળાને કારણે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં પણ જોરદાર વધારો થયો છે.સત્તાવાર આંકડા મુજબ જૂન માસમાં મોરબી સિવિલમાં 28,150, જુલાઈ માસમાં 32,853 અને ઓગસ્ટ માસમાં 31,109 દર્દીઓએ ઓપીડીમાં સારવાર માટે આવ્યા હતા.ઉપરોક્ત આંકડા જોતા સિવિલમાં જ દૈનિક એક હજારથી વધુ લોકો સારવાર માટે આવી રહ્યા છે. આ ઉપરાંત ખાનગી દવાખાના-હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.મોરબી શહેર-જિલ્લામાં ડેન્ગ્યુ અંગે મેલરીયાની સ્થિતિ જોવામાં આવે તો જૂન માસમાં જિલ્લા પંચાયત અને સિવિલમાં મળી મેલરીયાના 7 કેસ, જુલાઈમાં 17 કેસ અને ઓગસ્ટમાં 35 કેસ જોવા મળ્યા હતા. જયારે ઝેરી મેલરીયાના કેસ જોવામાં આવે તો જૂનમાં એક પણ નહીં જુલાઈમાં 5 કેસ અને ઓગસ્ટમાં 6 કેસ જોવા મળ્યા હતા. જયારે ડેન્ગ્યુના કેસ જોવામાં આવે તો મોરબી સિવિલ અને જિલ્લા પંચાયતના આંકડા મુજબ જૂનમાં શૂન્ય, જુલાઈમાં 4 અને ઓગસ્ટમાં 25 કેસ સરકારી ચોપડે સામે આવ્યા હતા.મેલરીયાના લક્ષણોમેલેરિયાના સૌથી સામાન્ય પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને ઠંડીનો સમાવેશ થાય છે. જે સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર દ્વારા કરડ્યાના 10-15 દિવસ પછી દેખાય છે. લક્ષણો હળવા હોઈ શકે છે, ખાસ કરીને એવા લોકોમાં કે જેમને અગાઉ મેલેરિયા થયો હોય, સમયસર સારવાર માટે પ્રારંભિક પરીક્ષણ આવશ્યક બનાવે છે. ગંભીર લક્ષણોમાં અતિશય થાક, મૂંઝવણ, વારંવાર આંચકી, શ્વાસ લેવામાં તકલીફ, પેશાબમાં લોહી, કમળો અને અસામાન્ય રક્તસ્રાવનો સમાવેશ થઈ શકે છે. કેટલાક પ્રકારના મેલેરિયા ગંભીર બીમારી અને મૃત્યુનું કારણ બની શકે છે.ડેન્ગ્યુના લક્ષણોચેપી મચ્છર માણસને કરડે તેના પછીના પાંચથી છ દિવસમાં માણસોમાં ડેન્ગ્યુ વાઇરસનાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. છ થી સાત દિવસ સુધી સતત તાવ આવે છે, સતત માથું દુખે, શરીર તૂટે એટલે કે ખૂબ દુખાવો અનુભવાય, સાંધા દુખે અને જો ડેન્ગ્યુને કારણે શરીરમાં આંતરિક હાનિ પહોંચવાનું શરૂ થાય ત્યારે ઝાડાં ઊલટી શરૂ થાય છે. અને તે કાબુમાં નથી આવતા. કેટલાક કિસ્સામાં આંતરિક રક્તસ્ત્રાવને કારણે શરીર પર લાલ ચાઠાં પડે અને ખંજવાળ આવે છે.મોરબી શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુ મેલરીયાની સ્થિતિમાસ મેલરિયા ઝેરી મેલરિયા ડેન્ગ્યુ જૂન 07 00 00જુલાઈ 17 05 04ઓગસ્ટ 35 06 25કુલ 59 11 29