મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તા. 16-5-2025ને શુક્રવારના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ 2025ની ઉજવણી કરવામા આવી હતી.જેમા આ વર્ષની થીમ “Check, Clean, Cover : Steps to Defeat Dengue” અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામા આવેલ હતી. ડેન્ગ્યુના લક્ષણો તથા ડેન્ગ્યુને ફેલાતો અટકાવવા માટેના પગલા અંગે પત્રિકા વિતરણ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું. તથા ડેન્ગ્યુ અંગેના પોસ્ટરોનુ પ્રદર્શન કરવામા આવ્યું. આ ડેન્ગ્યુ નિયંત્રણ માટે લોકો સાથે શિબિર તથા જુથચર્ચા કરી જનજાગૃતિ કરવામા આવી હતી.