માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા રોડને અડીને ખડકાયેલા દબાણો સામે આકરી કાર્યવાહી : હજુ આગામી દિવસોમાં લખધીરપુર રોડ, ઘૂંટુ રોડ અને લીલાપર રોડ ઉપર ડીમોલેશન થશેhttps://youtu.be/Fj9sPjunlk4મોરબી : મોરબીમાં આજે તંત્ર દ્વારા ધરમપુર રોડ ઉપર ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રોડને અડીને આવેલા અંદાજે 22 જેટલા મકાનો અને દુકાનોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે. જેથી આગામી દિવસોમાં આ રોડ પહોળો કરવાની કામગીરી સરળતાથી થઈ શકે. આ મામલે મોરબી માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના અધિકારી દિવ્યેશ બાવરવા જણાવ્યા અનુસાર ધરમપુર રોડ ઉપર લાભનગર સોસાયટી સામે રોડને અડીને દબાણ કરનારા આસામીઓને તા. 13ના રોજ નોટિસ આપવામાં આવી હતી. તેઓને 7 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા જણાવાયુ હતું. પણ કોઈ આધારપુરાવા રજુ ન થતા આજે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 18થી 20 જેટલા પાકા મકાનો તેમજ 4થી 5 ફેબ્રિક્શનથી થયેલા કોમર્શિયલ દબાણો જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા છે. વધુમાં આગામી દિવસોમાં પણ આવી જ રીતે લખધીરપુર રોડ, ઘૂંટુ રોડ, લીલાપર રોડ ઉપર ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે.