હળવદ : હળવદના ચરાડવા ગામે અસામાજિક તત્વએ સરકારી જમીન ઉપર ખડકેલી બે દુકાનોના દબાણોને પોલીસ અને તલાટી મંત્રીએ તોડી પાડવાની કાર્યવાહી કરી છે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરાડવા ગામની હદ વિસ્તારમાં કે.ટી.મિલ પાસે સદામ ગુલમહમદ ભટ્ટી વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના અને મારામારીના અને અપહરણ તથા તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ હોય તે અસામાજિક તત્વની સરકારી જમીન ઉપર આવેલ બે દુકાનોની ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જમીન આશરે 32 ચોરસ મીટર હોય જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 26,550/–નું દબાણ કરી પતરાની દુકાનો બનાવેલ હોય જેનું ચરાડવા તલાટી મંત્રીની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવેલ છે.