અંદાજે 350 ચો.મી. સરકારી જમીન પરથી દબાણો હટાવાયા, રૂ.75 લાખની જમીન ખુલ્લી કરાવાયમોરબી : મોરબીમાં દારૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલા બે શખ્સો સામે તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા આ બન્ને શખ્સોના સરકારી જમીન પર ખડકાયેલા મકાનોનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અસામાજિક તત્વોના દબાણો સામે વધુ એકવાર ઝુંબેશ રૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં આજે ડીવાયએસપી, બી ડિવિઝન પીઆઇ, તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઇન્દિરાનગર વિસ્તારમાં દેશી દારૂના ગુનામાં સંડોવાયેલ બે અસામાજિક તત્વોના મકાનનું ડીમોલેશન કરવામાં આવ્યું છે. જેમાં વાલજીભાઈ ઉર્ફે વાલો શામજીભાઈ જીંજુવાડિયાનું સર્વે નં. 196 પૈકી 1ની જગ્યામાં આવેલ 100 ચો.મી.નું મકાન અને મનસુખભાઈ હનાભાઈ ચાવડાનું સર્વે નં. 190 પૈકી 3ની જગ્યામાં આવેલ 250 ચો.મી.નું મકાન હિટાચી વડે તોડી પાડવામાં આવ્યું છે. આમ આજે અંદાજે 75 લાખની કિંમતની સરકારી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે.