અનેક દબાણકારોએ સ્વૈચ્છિક રીતે જ આગલા દિવસે દબાણો દૂર કરી દીધા : રોડની અંદરની બાજુ 150 મીટર જગ્યા ખુલ્લી કરાવાયમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે શનાળા બાયપાસથી શનાળા ગામ સુધી રોડ ઉપરના દબાણો હટાવવા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં રોડની અંદરની બાજુ 150 મીટર જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી મહાપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે શનાળા બાયપાસથી શનાળા ગામ સુધીના રોડનો વારો લેવામાં આવ્યો છે. આજે જેસીબીની મદદથી રોડ નજીકના અનેક દ્વાનો તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે. બીજી બાજુ અનેક આસામીઓએ ગત રોજ જ પોતાના દબાણો હટાવી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ મામલે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યુ કે મહાપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 15 રોડ ઉપરના દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આજે ભક્તિનગર સર્કલથી શનાળા પંચાયત સુધીના સ્ટેટ હાઇવે પાસેના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. રોડની અંદરના 150 મીટર સુધીના દબાણો તોડવામાં આવી રહ્યા છે.