મોરબીની સોમનાથ સોસાયટીમાં દારૂડિયાઓ અને અસામાજિક તત્વોનો ત્રાસ મોરબી : મોરબીના પોશ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટી અસામાજિકોએ આંતક મચાવ્યો હતો. સ્થાનિકોઓના જણાવ્યા મુજબ સોસાયટીના અસામાજિક તત્વોએ કોમન પ્લોટમાં મુકેલા બાકડામાં તોડફોડ કરી હતી. દારૂડિયાઓના ત્રાસથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ભભૂકી ઉઠી છે. મોરબીના પોશ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીના રહીશોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, અમે સોસાયટીના સભ્યો દ્વારા સોસાયટીનો કોમન પ્લોટ વિકસાવ્યો છે. પરંતુ દારૂડિયા અને આવારતત્વોનો અહીંયા ભારે ત્રાસ છે. દારૂડિયા અને આવારતત્વો સોસાયટીના કોમનપ્લોટમાં આવીને વારંવાર નશાની હાલતમાં ખેલ કરીને અસભ્ય વર્તન કરે છે. આ સોસાયટીના વડીલોએ કોમન પ્લોટમાં બાકડા સહિતની સરસ મજાની વ્યવસ્થા તેમજ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરે છે. પણ આ દારૂડિયાઓ વારંવાર સોસાયટીના લોકોને યેનકેન પ્રકારે હેરાન કરે છે. ગતરાત્રે દારૂડિયા અને આવારા તત્વો દારૂ પીને ધમાલ મચાવી હતી. તેમજ સોસાયટીના બાકડામાં તોડફોડ કરીને ડીંગલ મચાવ્યું હતુઁ. તેથી પોલીસ આવા તત્વોને સીધાદોર કરે તેવી માંગ ઉઠાવી છે.