ભારે પવનથી વિજપોલ પડી જાય તો તત્કાળ બદલવા માટે 700 થાંભલા સાથે ટીમ ખડેપગે મોરબી : મોરબી જિલ્લામાં વાબઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. ત્યારે ભારે પવનથી વીજ પુરવઠો ખોરવાઈ કે વિજપોલ પડી જાય તો તેની યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે મોરબી પીજીવીસીએલની સર્કલ કચેરી દ્વારા 290 કર્મચારીઓ સહીતની 55 ટીમો નિયુક્ત કરવામાં આવી છે અને ટીમોને વિજપોલ સહિતના સાધન સરંજામ સાથે ફરજ સોંપી દેવામાં આવી છે. મોરબી પીજીવીસીએલના અધિક્ષક ડોબરિયાએ જણાવ્યું હતું કે, મોરબીમાં સંભવિત વાવઝોડાની આફતને પહોંચી વળવા માટે પીજીવીસીએલની 55 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યારે ભારે પવનમાં કોઈપણ સ્થળે વિજપોલ પડી જાય તો તુરંત તેને બદલાવીને વીજ પુરવઠો ચાલુ કરી શકાય તે માટે 700 જેટલા નવા વિજપોલ તૈયાર રાખવામાં આવ્યા છે. જિલ્લાના ચાર સ્થળોએ મટીરીયલ સાથે ટીમોને ફરજ માટે તૈનાત કરી દેવામાં આવી છે. વાવઝોડા દરમિયાન વીજળીને કોઈપણ જાતનું નુકશાન ન થાય તે માટેની કવાયત વીજ તંત્ર સજ્જ બન્યું છે. ઉલ્લેખનીય છે કે આ 55 ટીમો પૈકીની 5 ટીમો ઉત્તર ગુજરાતમાંથી મોરબી જિલ્લાને ફાળવવામાં આવી છે. જે રાજકોટ નિગમ કચેરી અને વડી કચેરી, બરોડા દ્વારા ફાળવવામાં આવેલ આ 5 ટીમમાં કુલ 25 કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તૌકતે વાવાઝોડું વાંકાનેરથી હળવદ બાજુ જાય તેવી શક્યતા રહેલી છે. આથી, આ 5 ટીમો હળવદ નજીક સ્ટેન્ડ બાય રહેશે. આ ઉપરાંત, પીજીવીસીએલનો કંટ્રોલ રૂમ પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે. વીજળી ગુલ થાય તો નાગરિકો પાંચેય તાલુકાના 16 સબ ડીવિઝન નબર ઉપર લોકો ફરિયાદ કરી શકશે. જે કસ્મર કેરના સંપર્ક નંબર નીચે મુજબ છે. મોરબી વિભાગના ટંકારા સબ ડિવિઝન (2822-287762, 96876 33730), લાલપર સબ ડિવિઝન (2822-243025, 96876 33724), મોરબી ટાઉન 2 સબ ડિવિઝન (2822-230650, 242024, 96876 33721), મોરબી ટાઉન 1 (2822-220651, 96876 33720), શનાળા (2822-226012, 96876 33725), મોટા દહીંસરા (96876 33726), જેતપર (99250 12306) તથા મોરબી રૂરલ (2822-242025, 96876 33723) હળવદ ડિવિઝનના હળવદ-T (02758-261436, 96876 62055), હળવદ-R (02758-262398, 99252 14641), ચરાડવા (02758-240247, 99252 14433) તથા સરા (02756-255466, 90990 21386) વાંકાનેર ડિવિઝનના વાંકાનેર ટાઉન (02828-220370, 96876 33727), વાંકાનેર-R2 (99789 35293, 96876 33729) તથા વાંકાનેર-R1 (02828-220574, 96876 33728)