મોરબી : મોરબી જિલ્લામાં સાંજે પડેલા ભારે વરસાદના પગલે ડેમોમાં પાણીની આવક નોંધાઇ છે. મોરબી જિલ્લાના ડેમોની આજે 9 sepના રોજ સાંજે 5.30 કલાકની સ્થિતિ જોઈએ તો.. મચ્છુ 1 ડેમ : 0.21 મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે. મચ્છુ 2 ડેમ : 5 દરવાજા 3 ફૂટ ખુલ્લા - 9700 કયુસેક પાણી છોડાય રહ્યું છે. મચ્છુ 3 ડેમ : 5 દરવાજા 1.50 ફૂટ ખુલ્લા - 4109 કયુસેક પાણી છોડાય રહ્યું છે. ડેમી 1 ડેમ : 0.07 મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમી 2 ડેમ : 3 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા - 4490 કયુસેક પાણી છોડાય રહ્યું છે. ડેમી 3 ડેમ : 3 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા - 4359 કયુસેક પાણી છોડાય રહ્યું છે. ઘોડાધ્રોઈ ડેમ : 1 દરવાજો 0.25 ફૂટ સુધી ખુલ્લો - 570 કયુસેક પાણી છોડાય રહ્યું છે. બંગાવડી ડેમ : 0.05 મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે. બ્રાહ્મણી 1 ડેમ : 68 ટકા ભરાયો છે. બ્રાહ્મણી 2 ડેમ : 91 ટકા ભરાયો છે.